તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:તસ્કરો ઘરમાંથી રોકડ-દાગીના મળી રૂ.45 હજારની ચોરી ગયા

ધ્રાંગધ્રા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાવડીમાં રાત્રે ખેડૂત સૂવા માટે વાડીએ ગયા હતા
 • ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે ખેડૂત રાતના વાડીએ સુવા ગયા હતા. ત્યારે ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 45 હજારની ચોરી કરી લઈ ગયાં તસ્કરો લઇ ગયા હતા. આ બનાવમાં ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.શીયાળામાં ઠડીનુ જોર વધતા રાતના ગામમાં સુમસાન વાતાવરણ જઈ જાય છે. ઠંડીનો લાભ લઈને ચોરીના બનાવો વધવા લાગ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના વાવડી ગામે રહેતા ભુપતભાઈ જેસીંગભાઈ સંધાણી રાતના વાડીએ પાકનું રખોપું કરવા માટે વાડીએ સુવા ગયા હતા.

આ દરમિયાન વાવડીમા આવેલા ઘરના તાળા તોડી સોના-ચાંદીના આભુષણો તેમજ રૂ. 10 હજાર રોકડા સહિત કુલ રૂ. 45 હજારની ચોરી કરી રાતના કોઇ તસ્કરો લઈ ગયા હતા. સવારે ઘરે આવતા ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે. જેથી આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ ભુપતભાઈ જેસીંગભાઈ સંઘાણીએ નોધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો