ધ્રાંગધ્રા તાલુકાના બિસમાર રસ્તાને લઈને લોકોમાં રોષ છે. ચોમાસાના સમયમાં મુશ્કેલીઓ ન પડે તે માટે બિસમાર રસ્તાને નવા બનાવવામાં આવે તેવી રાવ ઉઠી છે. ત્યારે દેવચરાડી પ્રાણગઢનો રસ્તો બિસમાર હોવાથી સરપંચ સહિત ગ્રામ્યજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક પછી એક ગામડાઓના બિસમાર રસ્તાને લઈને વિસ્તારના લોકો પરેશાન છે. દેવચરાડી ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેવચરાડીથી પ્રાણગઢ સુધીનો રસ્તો અતિ બિસમાર હાલતમાં છે. 2017થી આ રસ્તા બાબતે અનેક વખત લાગતાં વળગતાં તંત્રને લેખિત રજુઆત કરવામાં આવી છે.
છતાં આજદિન સુધી રસ્તા બાબતે યોગ્ય કામગીરી કરી નથી. વર્ક ઓર્ડર કાઢવામાં આવ્યો કે નથી કામગીરીને લઈ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢતુ દેખાય છે. જ્યારે સરપંચ સહિત ગ્રામ્યજનોની માગ છે કે તાત્કાલિક ધોરણે વર્ક ઓર્ડર આપી નવા રસ્તાની કામગીરી કરવામાં આવે. આ બાબતે હળવદના ધારાસભ્ય તથા તંત્રને રજુઆત સાથે રસ્તો બનાવવાની માગ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.