રજૂઆત:સાથણીની જમીન આપવા 4 ગામના લોકોએ માગણી કરી, ધ્રાંગધ્રામાં લાંબા સમય જમીન અપાઈ નથી

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રામાં ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય સાથણીની જમીન નહીં ફાળવતા મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે ધૃમઠ, નારીચાણા, મોટી માલવણ અને વાવડીના અરજદારો દ્વારા આવેદનપત્ર આપી જમીન ફાળવવાની માગણી કરી હતી. અને જો યોગ્ય ન્યાય નહી મળે તો આંદોલનની ચીમકી આપી હતી.

ધ્રાંગધ્રા પંથકમાં સાથણીની જમીન ન મળતા લાભાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ધૃમઠ, નારેચાણા, મોટી માલવણ, વાવડી ગામના લાભાર્થીઓને સાથણી સરકારી ખેતીલાયક જમીનના કબ્જા આજદિન સુધી આપવામાં આવ્યા નથી. આથી ધ્રાંગધ્રા મામલતદારને આવેદન આપી મૌખિક રજૂઆત અરજદારોએ કરી હતી. જો દિવસ 15માં સરકારી તંત્ર દ્વારા કામગીરી અને કબ્જા સોંપવામાં નહી આવે તો ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જ્યારે આ આવેદનપત્ર રતિલાલ રાઠોડ, બાબુભાઈ પરમાર, સુખાકારી કોળી, વશરામભાઇ સહિત મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...