તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ધ્રાંગધ્રામાં 9 કરોડના ખર્ચે બનેલું માર્કેટિંગ યાર્ડ ટૂંક સમયમાં શરૂ થશે

ધ્રાંગધ્રા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં યાર્ડમાં સમીક્ષા બેઠક યોજાઇ

ધ્રાંગધ્રાના ખેડૂતોની માંગણીને લઇને ધ્રાંગધ્રામાં નવ કરોડના ખર્ચે અદ્યતન માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે. આ માર્કેટિંગ યાર્ડમાં પચાસ મુદા અમલીકરણ સમિતિ ચેરમેનની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમીક્ષા ટૂંક સમયમાં આ યાર્ડ શરૂ કરી અને ખેડૂતોને ઘર બેઠા સારા ભાવ સાથે માલ વેચી શકે તે માટેની તમામ અદ્યતન સુવિધા સાથે શરૂ કરવામાં અંગે ચર્ચા કરાઇ હતી.

ધ્રાંગધ્રા વિસ્તાર નર્મદાનું પાણી અને પેટાળની અંદર પાણીનો ભંડાર હોવાથી બોર બનાવી ખેડૂતો ચોમાસુ ઉનાળુ અને શિયાળુ એમ ત્રણ સિઝન લઇ ખેતી કરી ઉત્પાદન કરે છે. આથી ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે ઊંઝા, હળવદ યાર્ડમાં જવું પડતું હતું. આથી વર્ષોથી ધ્રાંગધ્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ બનાવવાની માંગણી હતી. જેને ધ્યાનમાંલઇ 50 મુદ્દાઅમલીકરણ સમિતિના ચેરમેન આઇ.કે.જાડેજાએ માર્કેટયાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. રાજય અને કેન્દ્ર સરકાર માથી નવ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી.

આ માર્કેટયાર્ડના ચેરમેન મહેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા, ડાયરેક્ટર અને તાલુકા ભાજપ પ્રમુખ હસુભાઈ પટેલ અને માર્કેટયાર્ડના ડાયરેક્ટરો દ્વારા 9 કરોડના ખર્ચે અદ્યતન માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને રહેવા-જમવાની, બેન્ક, પેટ્રોલ પંપ સહિતની સુવિધાઓ સાથેનું માર્કેટયાર્ડ ટૂંક સમયમાં કાર્યરત થશે અને ખેડૂતો ઘરબેઠા પોતાનો માલ વેચી શકશે. આમ ખેડૂતોને ઘર બેઠા માલ વેચવાની સુવિધા સાથે માર્કેટયાર્ડ ટૂંક સમયમાં શરૂ થાય તે માટે 50 હજાર સમિતિના ચેરમેન આઇ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં માર્કેટ યાર્ડના ડાયરેક્ટરો, આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...