તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:ધ્રાંગધ્રાના ગુજરવદી ગામનો લાંબા સમયથી વીજળીનો પ્રશ્ન હલ કરાયો

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના ગુજરવદી ગામનો લાંબા સમયથી વીજળીના પ્રશ્નને લઈને ગ્રામજનો દ્વારા 50 મુદા અમલીકરણ સમિતિના ચેરમેનને રજૂઆત કરતા પીજીવીસીએલના અધિકારીને સૂચના આપી હતી. આથી તાત્કાલિક કામગીરી હાથ ધરી લોકોનો પ્રશ્ન હલ કરવામાં આવતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે વીજળી અવાર-નવાર ફોલ્ટમાં રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે 50 અમલીકરણ મુદ્દાના ચેરમેન આઇ.કે. જાડેજાને ગુજરવદીના ગ્રામ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજસીતાપુર, નવલગઢ, નારીચાણા 66 કેવી તેમજ 11 કેવીમાંથી નીકળતો વીજ પુરવઠો ગુજરવદી ગામમાં આપવામાં આવે તો ગુજરવદી ગામના લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે.

આઈ.કે. જાડેજા દ્વારા પીજીવીસીએલના અધીકારીઓને લેખીત સૂચના આપવામાં આવતા પીજીવીસીએલની રાજસીતાપુર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી નવલગઢ જ્યોતિગ્રામ લાઈનમાં નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ તેમજ વેલાઓ કાપવાની, જમ્પિંગની કામગીરી તેમજ ફીડરમાં જરૂરી સમારકામ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...