સાઈકલ સ્પર્ધા:મહિલા સ્પર્ધકની તબિયત લથડી, પોલીસે દવાખાને ખસેડી

ધ્રાંગધ્રા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા રોટરી ક્લબ દ્વારા સાઈકલ સ્પર્ધા યોજાઈ

ધ્રાંગધ્રા રોટરી કલબ દ્વારા સાઈકલ સ્પર્ધા યોજવામાં આવી ત્યારે મહિલા સ્પર્ધક સાઈકલ ચલાવતા તબિયત બગડતા રોડ પર ઢળી પડી હતી. તાલુકા પીઆઈ અને સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસની ગાડીમાં દવાખાના લાવી સારવાર કરાવી પરિવારને જાણ કરી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કર્યું હતું.

ધ્રાંગધ્રા રોટરી ક્લબ દ્વારા સાઈકલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ દરમિયાન ખાભડા ધ્રાંગધ્રા વચ્ચે સાઈકલ સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા સ્પર્ધકની રસ્તા તબિયત બગડતા સાઈકલ સાથે રસ્તા ઢળી પડતા પાછળ પોતાની સરકારી ગાડીમાં તાલુકા પીઆઈ એ.એમ.ગોરી અને સ્ટાફનાને ધ્યાનમાં આ ઘટના આવી હતી.

આથી પીઆઈ અને સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને સરકારી કારમા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં લાવી સારવાર કરાવી હતી. આમ પોલીસ પ્રજાના મિત્રનું સૂત્ર સાર્થક કર્યું હતું. આ અંગે પીઆઈ એ.એમ.ગોરીએ જણાવ્યું કે સાઈકલ સ્પર્ધામાં યુવતીની તબિયત બગડતા અમારા ધ્યાને આવતા પોતાના ફરજના ભાગરૂપે સરકારી વાહનમાં દવાખાને લાવી સારવાર કરાવી પરિવારને જાણ કરી હતી.સારવાર મળતા મહિલા સ્વસ્થ બની ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...