ધ્રાંગધ્રા કંકાવટી ગામની સગીરાને ભગાડી જનાર આરોપી પોલીસ પકડથી બહાર છે. આથી આરોપીને પકડી પાડવા તેમજ પરિવારજનો યોગ્ય ન્યાય મળે તે હેતુથી પ્રાંત અધિકારીને પરિવારજનોએ આવેદન આપ્યું હતું. ત્યારબાદ પરિવારજનો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન બહાર ઉપવાસ આદોલન શરૂ કરાયું હતું.
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે અંદાજે 1 માસ પહેલા ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની સગીર દીકરીને સહદેવ ઉર્ફે કાળો લાલજી નામનો શખસ ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લય ભાગી ગયો હતો. જેની પોલીસ ફરિયાદ ધ્રાંગધા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
આ ઉપરાંત તા. 5.3.2022ના રોજ રજિસ્ટર એડીથી સુરેન્દ્રનગર એસપી, રાજકોટ ડીઆઇજી તથા રાજ્યના ગૃહ મંત્રાલયને પણ મોકલી હતી. પરંતુ આજ દિન સુધી ભોગ બનનાર યુવતીના પરિવારને ન્યાય મળ્યો ન હતો. આથી ધાંગધ્રા પ્રાંત અધિકારીને સમાજના આગેવાનો, ગામના આગેવાનો તેમજ પરિવારજનો સાથે રહી લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
જો આગામી દિવસો ભોગ બનનાર યુવતીના પરિવારને ન્યાય નહીં મળે તો તારીખ 2-5-2022ના રોજ ધ્રાંગધા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ઉપર પરિવારજનો ઉતરશે તેવી આવેદનપત્રમાં ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
જ્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન બહાર ભોગ બનનારના પરિવારજનો સગાસંબધી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જ્યારે આરોપીને પકડી પાડવની માગણી કરી ન્યાય આપવાની માગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.