આનંદની લાગણી:જિલ્લા અન્ડર -14 વોલીબોલની ટીમે રાજ્યમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટીમના ખેલીડીઓનું સ્વાગત કરવામાં આવ્યું. - Divya Bhaskar
ટીમના ખેલીડીઓનું સ્વાગત કરવામાં આવ્યું.

રાજયકક્ષાની વોલીબોલની અન્ડર-14ની ટીમે મેહસાણા ખાતે યોજવામાં આવેલા ખેલમહાકુંભમાં ભાગ લીધો હતો. ત્રીજો નંબર પ્રાપ્ત કરી બોન્ઝ મેડલ મેળવતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.ગુજરત રાજ્ય ખેલ મહાકુંભ 22ની અંડર- 14 વોલીબોલ સ્પર્ધાની ટુર્નામેન્ટ મહેસાણા ખાતે યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વોલીબોલની 14 ટીમે સુંદર દેખાવ કરી ત્રીજો નંબર મેળવી રાજ્યકક્ષાએ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

ટીમના તમામ ખેલાડીઓને ઝાલાવાડનું નામ રોશન કરવા બદલ આગેવાનો દ્વારા અભિનંદન આપવામાં આવી અને ખેલાડીઓનુ સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ટીમના કોચ તરીકે યશપાલસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, જયદીપસિંહ જાડેજા દ્વારા સેવા આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની વોલીબોલની ટીમે ઝોન કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...