તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:30 વર્ષથી ચાલતી મીઠા ઉદ્યોગ માટેની ધ્રાંગધ્રા-કુડા ટ્રેન બંધ કરાઈ

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા- કુડા રેલવે લાઇન પરથી પાટા હટાવાતા હાલ ત્યાં રોડ દેખાઇ રહ્યો છે.  - Divya Bhaskar
ધ્રાંગધ્રા- કુડા રેલવે લાઇન પરથી પાટા હટાવાતા હાલ ત્યાં રોડ દેખાઇ રહ્યો છે. 
  • મીઠુંની રેકો ભરી દેશના દરેક ખૂણે પહોંચાડાતું હતું

ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં મીઠુ પકવવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ધાંગધ્રા-કુડા રેલવે લાઇન નાખવામાં આવી હતી. ત્યારે છેલ્લાં 5 વર્ષથી રેલવે તંત્ર દ્વારા રેલવેનાં વેગનો નહીં અપાતા રેલવે બંધ હતી. છેલ્લાં એક વર્ષથી લાઈન હટાવી રેલવે લાઇન સંદરત બંધ કરવાનું નક્કી કરી રેલવેના પાટા ઉખાડી બંધ કરવામાં આવતા મીઠા ઉદ્યોગ માટે મુશ્કેલી ઉભી થઈ છે.

ધ્રાંગધ્રા રણકાંઠા વિસ્તારના કુડા, નિમકનગર, અંજાર, જેસડા, મોટીમાલવણ, વિરેન્દ્રગઢ, નરાડી, કોપરણી સહિતના આસપાસના ગામોના લોકો રણમાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે રણ વિસ્તારમાં મીઠાને કુડા ખાતે રેલવે સ્ટેશન બનાવી વેગન દ્વારા દેશ-વિદેશોમાં મીઠું મોકલાતું હતું. છેલ્લાં 30 વર્ષથી ચાલતું હતું.

પરંતુ રેલવે દ્વારા 5 વર્ષથી વેગન આપવાનું બંધ કરી રેલવે લાઇન પર ટ્રેન બંધ થઈ ગઈ હતી. અનેક રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ વેગન નહીં અપાતા મીઠા ઉપયોગ માટે મુશ્કેલીઓ પડવા લાગી. ત્યારે રેલવે તંત્ર દ્વારા ધ્રાંગધ્રા-કુડા રેલવે લાઇન બંધ કરવાનું નક્કી કરી રેલવેના પાટા અને લાઈન હટાવી નાંખી 30 વર્ષથી ચાલતી રેલવે લાઇન બંધ થઈ જતા વિસ્તારના લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...