બેઠક:ધ્રાંગધ્રામાં બનેલું APMCનું બિલ્ડિંગ મહિનાના અંતમાં કાર્યરત કરાશે

ધાંગધ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમપીએમસી શરૂ કરવા વેપારીઓ સાથે બેઠક યોજાઈ

ધ્રાંગધ્રા એપીએમસીનુ નવુ અધતન બિલ્ડીંગ બની ગયા બાદ આગામી જાન્યુઆરી માસના અંતમાં એપીએમસી શરૂ કરવામા આવી રહી છે. જેના માટે પચ્ચાસ મુદા અમલીકરણ સમિતિના ચેરમેનની અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી.ધ્રાંગધ્રા વિસ્તાર કપાસ, જીરૂ અને શાકભાજીના ઉત્પાદન માટે રાજયમાં અવલ નંબરે આવે છે. આથી વિસ્તારના ખેડૂતો માલ વેચવા ઉંઝા, હળવદ, રાજકોટ, કડી, બોટાદ જતા ત્યારે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સમય બગડતો હતો.

ત્યારે ખેડૂતોમાં હિતમાં ધ્રાંગધ્રા ખાતે અધતન સુવિધા સાથેનુ રૂ. 11 કરોડના ખચેઁ નવુ એપીએમસીનુ બિલ્ડીંગ બનાવામાં આવ્યુ છે. ત્યારે એપીએમસી કાયઁરત કરવા માટે પચ્ચાસ મુદા અમલીકરણ સમીતીના ચેરમેન આઈ.કે.જાડેજાની ઉપસ્થિતમાં ધ્રાંગધ્રા APMC ખાતે એપીએમસી ચેરમેન મહેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન કનકસિંહ ઝાલા, બળવંતસિંહ પઢીયાર, જગદીશભાઈ પટેલ, રઘુભા ડી.ઝાલા, ડાયરેક્ટરો અને વ્યાપારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. અને ધ્રાંગધ્રા APMC આ જાન્યુઆરી મહિનાના અંતમાં શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેક્રેટરી કરણસિંહ વાઘેલા અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...