તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પ્રોહિબિશનનો 1 વર્ષથી ફરાર આરોપી પીપળીથી ઝડપાયો

ધ્રાંગધ્રા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી બિસ્મિલાખાન - Divya Bhaskar
આરોપી બિસ્મિલાખાન
  • ધ્રાંગધ્રા અને પાટડીમાં વોન્ટેડ હતો

ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી વધુ સમયથી ફરાર આરોપી અંગેની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને મળતા પીપળી ગામે તેના ઘરે દરોડો પાડી ઝડીપી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા અને પાટડી તાલુકામાં પ્રોહીબીશનના ગુનામાં લાબા સમયથી બિસ્મિલાખાન ઉફે બીસુ દિલાવરખાન મલેક એક વર્ષથી વધુ સમયથી નાસતો ફરતો હતો. આથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ડીવાયએસપી આર.બી.દેવધાની સૂચનાને લઈને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા અને વિરપાલસિહને આરોપી બિસ્મીલાખાન ઉફે બીસુ દિલાવરખાન મલેક પાટડી તાલુકાના પીપળી ગામે પોતાના ઘરે આવતો હોવાની બાતમી મળી હતી. આથી તેને ઝડપી પાડવા વોચ ગોઠવતા આરોપી પોતાના ઘરે આવતા તાલુકા પોલીસે દરોડો કરી ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...