આરોપીની ધરપકડ:અમદાવાદથી ચોરેલી 6 રિક્ષા સાથે ધ્રાંગધ્રામાંથી આરોપી ઝડપાયો

ધ્રાંગધ્રા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી ચોરીને લાવેલી 6 રિક્ષા સાથે ધ્રાંગધ્રામાંથી આરોપી ઝડપાયો. - Divya Bhaskar
અમદાવાદથી ચોરીને લાવેલી 6 રિક્ષા સાથે ધ્રાંગધ્રામાંથી આરોપી ઝડપાયો.
  • અમદાવાદમાંથી ચોરી ધ્રાંગધ્રા પથકમાં વેચાણ કરતો હતો

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી ધ્રાંગધ્રા વિસ્તારમાં રિક્ષા વેચી 6 રિક્ષા સાથે શખસ પકડાયો હતો. તાલુકા પોલીસે પૂછપરછ કરતા આરોપી પાસેથી અમદાવાદમાં ચોરી કરેલી 6 રિક્ષાનો ભેદ ઉકેલાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી અમદાવાદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

તાલુકા પીઆઈ બી.એમ.હીરાણી, પીએસઆઈ મીઠાપરા, ખુમાનસિંહ, અજયસિંહ, માગીલાલ, વિજયસિંહ, વિશાલભાઈ, ભરતભાઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે શંકાસ્પદ રિક્ષા સાથે શખસ નીકળતા તેને ઊભો રાખીને પૂછપરછ કરતા યોગ્ય જવાબ નહી આપતા રિક્ષાના કાગળ માગતા નહીં આપતા ધરપકડ કરી હતી. ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના આકાશભાઈની પૂછપરછ કરતા જુદીજુદી 6 રિક્ષા ધ્રાંગધ્રા અને આસપાસમા વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. આથી 6 રીક્ષાનો કબ્જો લઈ અમદાવાદના અલગ વિસ્તારના 6 રિક્ષાચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા.

અડધા પૈસા લઈ રિક્ષા વેચતો
આરોપી આકાશ રિક્ષાના અડધા પૈસા લઈને રિક્ષા આપી દેતો અને બીજા કાગળ આપું ત્યારે 15 દિવસ કે મહિના બાદ આપવાનુ જણાવીને ચોરીની રિક્ષા વેચી દેતો હતો. ત્યારે આ શખસ ઝડપાઈ જતા રિક્ષા ખરીદનારના પૈસા અને રિક્ષા બંને ગયા જેવો ઘાટ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...