કાર્યવાહી:સગીરા પર આરોપીએ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધ્રાંગધ્રાના વાવડી ગામની સીમમાં રહેતી
  • ફરાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં ખેતમજૂરી કામે આવેલા પરીવારની સગીરા પર વાવડી ગામના શખસ દ્વારા ધાકધમકી આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની ઘટના બહાર આવી હતી. આ અંગેના બનાવમાં આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઇ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને ભગાડી જવાના અને દુષ્કર્મના બનાવો વધવા લાગ્યા છે.

ત્યારે ધ્રાંગધ્રા તાલુકા વાવડી ગામની સીમમા ખેતમજૂરી કામે આવેલા પરીવારની સગીર યુવતીને વાવડી ગામના દિનેશભાઈ વી.ઠાકોર નામના શખ્સ દ્વારા સગીરાને વાવડી ગામની સીમમાં અવાર નવાર ધાક ધમકી આપીને દુષ્કર્મ આચરી કોઈને નહીં કહેવાની ધાક ધમકી આપતો હતો. ત્યારે સગીરા ગર્ભવતી બનતા પરીવારજનોને જાણ થતા સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી.

આથી સગીરા દ્વારા આરોપી દિનેશભાઈ વી. ઠાકોર દ્વારા ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યાનું જણાવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં આરોપી સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઇ ગયો છે. ત્યારે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...