આવેદનપત્ર:તાલુકા PI વીડિયો ખોટો હોવાનું કહે છે ગ્રામજનોની સાચો હોવાની રજૂઆત

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢનો દારૂ પીધેલાનો વીડિયો ફરતો થયો

ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ સામે થોડા સમય પહેલા સરપંચો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે રણકાંઠા વિસ્તારના વીરેન્દ્રગઢમાં 2 શખસ દ્વારા દારૂ પીને બેભાન અવસ્થામાં પડ્યાનો વીડિયો ફરતો થયો હતો. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ ટી.બી. હીરાણીએ જણાવ્યું કે અમે તપાસ કરી હતી જેમાં આ વીડિયો વીરેન્દ્રગઢનો ન હોવાનું જાણવા મળ્યું હતું.

જેમણે વીડિયો ફરતો કર્યો છે તેમની સામે કાર્યવાહી પણ કરી છે. બીજી તરફ વીરેન્દ્રગઢના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આ વીડિયો ગામનો હોવાનું જણાવી દારૂનો વેપાર કરનાર સામે કાર્યવાહી કરવાની માગ સાથેનું આવેદન પણ સોશિયલ મીડિયામાં ફરતું કરતા વિવાદ સર્જાયો હતો. વીરેન્દ્રગઢના સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિતમાં આ વીડિયો ફરતો થયો તે વીરેન્દ્રગઢનો હોય અને વિરેન્દ્રગઢ અને આસપાસના ગામો દેશી દારૂનો વેપાર બંધ કરવા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...