રેવા આંદોલન:ધ્રાંગધ્રાના 10 ગામોના ખેડૂતોના પ્રતીક ઉપવાસ, નર્મદા કેનાલે જઈ સરપંચ, ખેડૂતો, આગેવાનોએ રામધૂન બોલાવી હતી

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદાના પાણીની માગ સાથે ધ્રાંગધ્રા તાલુકાના 10 ગામોના ખેડૂતોએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. - Divya Bhaskar
નર્મદાના પાણીની માગ સાથે ધ્રાંગધ્રા તાલુકાના 10 ગામોના ખેડૂતોએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા.

ધ્રાંગધ્રાના જેસડા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો દ્વારા ધરણા યોજી નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ કરાઈ છે. સરપંચો, ખેડૂતો, આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા અને રામધૂન બોલાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણીની માગ સાથે ધ્રાંગધ્રા તાલુકાના 10 ગામોના ખેડૂતોએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ધ્રાંગધ્રાના જેસડા ગામ પાસે નર્મદા કેનાલ પાસે 10 ગામોના ખેડૂતો સરપંચો અને ખેડૂત આગેવાન અને મોટી સંખ્યામાં લોકો નર્મદાના પાણી માટે ખેડૂતોએ બુધવારે ધરણા કર્યા હતા.

કે.ડી.બાવરવા, કાવર પ્રકાશભાઈ, એમ.ડી.પટેલ, જે.કે.પટેલ, રશિકભાઈ, બલભદ્રસિંહ જાડેજા, લાલાભાઈ સરપંચ, હસમુખભાઈ પટેલ, ભગવાનભાઈ સરપંચ, મિલનભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો જોડાયા હતા. ત્યારે ટૂંક સમયમાં નર્મદા કેનલમાં પાણી નહીં છોડવામાં આવે તો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. આ અંગે ખેડૂત આગેવાન જે.કે.પટેલે જણાવ્યું કે કેનાલમાં પાણી નહી છોડવામા આવેતો ખેડૂતો દ્વારા જન આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...