દુર્ઘટના:ધ્રાંગધ્રા-બાવળી રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતાં અકસ્માત: 22 મજૂરને ઈજા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત મજૂરોને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લવાયા હતા. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત મજૂરોને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લવાયા હતા.
  • મજૂરી કામ પૂર્ણ કરી મજૂરો છોટા હાથીમાં ઘરે જતા હતા

ધ્રાંગધ્રાના બાવળી રોડ પર મંગળવારની સાંજના સમયે મજૂરોને લઈને જતાં છોટા હાથીનું ટાયર ફાટતા છોટા હાથી પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો. છોટા હાથીમાં બેસેલા 22 જેટલા મજૂરને ઈજા થતા દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા પાસે બાવળી રોડ ઉપર મજૂરી કામ કરતાં મજૂરો મંગળવારે સાંજના સમયે છોટા હાથી મારફતે ઘરે જતા હતા. આ દરમિયાન રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 22 જેટલા ઘવાયેલા મજૂર લોકોને પ્રથમ સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

હાલ તો ઘવાયેલા તમામને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માત અંગેની ફરિયાદ લેવાની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત મજૂરો- વર્ષાબેન, ચંપાબેન, ભણતાભાઈ, રમેશભાઈ વેલજી, રમેશભાઈ રૂપસિંગભાઈ, પ્રકાશભાઈ, ગીતાબેન, ડીટલીબેન, અજયભાઇ, રાકેશભાઈ, કરસનભાઈ, મથ્યારીબેન, સૂર્યાભાઈ, નેવલીબેન, રેશમાબેન, ગંગાબેન, તેર્સીગભાઈ, દિલીપભાઈ, જયદીપભાઈ, જાનકીબેન, અલ્પેશભાઈ, લીલાબેન.

અન્ય સમાચારો પણ છે...