રાજકારણ:એક પાટીદારને ટિકિટ આપવાની હોવાથી સાબરિયા કપાયા, વરમોરા ફાવી ગયા

ધ્રાંગધ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષે જે પણ નિર્ણય લીધો છે, તે માન્ય છે : પરસોત્તમભાઈ

ધ્રાંગધ્રા વિધાનસભામાં કૉંગ્રેસ અને ભાજપ, બંનેમાંથી જીતેલા પરસોત્તમ સાબરિયાને આ વખતે ભાજપે ટિકિટની રેસમાંથી બહાર રાખ્યા છે. તેઓ કૉંગ્રેસમાંથી આવી પેટાચૂંટણીમાં 36000 મતોથી જિત્યા હતા ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભામાં કોળી-ઠાકોર સમાજના 65000 મતો છે. પટેલ સમાજના 540000, દલવાડી સમાજના 37000 અને ક્ષત્રીય સમાજના 23000 મુખ્ય મતો છે.

દરેક મુખ્ય જ્ઞાતિને સાચવવા માટે ભાજપે ટિકિટની ફાળવણી કરી છે. સુરેન્દ્રનગરમાંથી ધનજીભાઈ પટેલની ટિકિટ કપાતાં એક પટેલ ઉમેદવારને ટિકિટ આપવાની હોવાથી પરસોતમ સાબરિયાને બદલે મોરબીના ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાને ધ્રાંગધ્રાની ટિકિટ આપવામાં આવી છે. આપમાં વાલજીભાઈ પટેલને ટિકિટ ફાળવાઈ છે. કૉંગ્રેસ કોળી આગેવાનને ટિકિટ આપશે ત્યારે ધ્રાંગધ્રા બેઠક પર હાલ ત્રિપાંખિયો જંગ જામ્યો હોય, તેવું લાગી રહ્યું છે. રાજકારણમાં નવા નિશાળિયા પ્રકાશભાઈએ ચૂંટણી જીતવા મેહનત કરવી પડશે.

નામ જાહેર થતાં પ્રચારના શ્રીગણેશ કરી બેઠકોનો દોર શરૂ કરાયો છે. આગમી દિવસોમાં કૉંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા બાદ ચૂંટણીનો માહોલ જામશે. ધ્રાંગધ્રા વિધાનસભાની ટિકિટ કપાતાં સાબરિયાએ જણાવ્યું કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે, તે શીરોમાન્ય છે. જે પણ ઉમેદવાર પાર્ટીએ નક્કી કર્યો છે, તેને વિજયી બનાવવા માટે પાર્ટીના આદેશ મુજબ કામગીરી કરી વિજય બનાવીશું.

અન્ય સમાચારો પણ છે...