તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ધ્રાંગધ્રાનાં 10થી વધુ ગામોમાં રૂ.11 કરોડના ખર્ચે રોડ બનશે

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • MLAઅે રજૂઆત કરતાં કામો મંજૂર કરાયાં
 • ગુજરવદી, સતાપર, વિરેન્દ્રગઢ, સતાપર, રાજપર, વ્રજપર, જશાપર, બાવરી, જીવાના લોકોમાં ખુશી

ધ્રાંગધ્રા પંથકના ગામડા વિસ્તારોમાં વર્ષોથી બિસ્માર રસ્તાઓને લઇને લોકો મુશ્કેલીનો સામનો કરતા હતા. ત્યારે ધારાસભ્ય દ્વારા લોકોની રજૂઆત લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આથી 10થી વધુ ગામડાના અલગ અલગ વિસ્તારના રૂ. 11 કરોડ ખર્ચે રસ્તાના કામોની મંજૂરી આપવામાં આવતા લોકો મા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

ધ્રાંગધ્રા તાલુકામાં મોટી સંખ્યામાં ગામડાઓ આવેલા છે. ત્યારે આ ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને લઇને લોકો પરેશાન હતા. ખાસ કરીને રાતના સમયે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આથી ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા ધારાસભ્ય પરસોતમ સાબરીયાને ગામડાના રસ્તાઓ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રીને વિસ્તારના રસ્તાઓ અંગેની રજૂઆત કરી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા પંથકના વિસ્તારના ગુજવદી, નગરા, સતાપર, વિરેન્દ્રગઢ, રાજપર, સતાપર, વ્રજપર, જશાપર, બાવરી, જીવા સહિતના અલગ ગામોના રસ્તઓને મંજૂરી આપી રૂ.11 કરોડની ગ્રાન્ટની મંજુરી આપતા વિસ્તારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો