મન્ડે પોઝિટિવ:ધ્રાંગધ્રામાં નિવૃત્ત કર્મી 35 વર્ષથી રોજ પક્ષીઓને 1 મણ ચણ અને કીડીયારું પૂરવાની સેવા કરે છે

ધ્રાંગધ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના નિવૃત્ત કર્મચારી પક્ષીઓને ચણ, કીળિયારું પુરવારની 35 વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે. - Divya Bhaskar
ધ્રાંગધ્રાના નિવૃત્ત કર્મચારી પક્ષીઓને ચણ, કીળિયારું પુરવારની 35 વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે.
  • મોટાભાગનો ખર્ચ પેન્શનમાંથી તથા અમુક દાતાઓ તરફથી મળે છે

ધ્રાંગધ્રામાં રહેતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી છેલ્લાં 35 વર્ષ રોજ સાંજના પોતાના બાઇકમાં પક્ષીઓ માટેનું ચણ અને કીળિયારું પુરવા માટે સામાન એક મણ લઈ વગડામાં નીકળી જાય છે. આમ રોજ અનોખી સેવાનું કામ કરી નિવૃત્તિનો સદુપયોગ કરી રહ્યા છે.

ધ્રાંગધ્રામાં રહેતા પ્રફુલભાઈ લખતરિયા સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા. ત્યારે પોતાની ઓફિસ આસપાસ આવતા પક્ષીઓ ચણ નાખવાનું અને કીળિયારું પુરવાનું કામ કરતા હતા. રજાના દિવસો અને ઓફિસ સમય બાદ ધ્રાંગધ્રાની આસપાસના વગડામાં પોતાના બાઇકમાં કીળિયારું માટેનો સામાન અને પક્ષીઓનું ચણ નાખવા નીકળી જાય છે. આમ સેવાકીય કાર્ય કરી પોતાનો સમય વિતાવે છે.

ત્યારે નિવૃત્તિ થયા બાદ નિવૃત્ત કાળનો સમય રોજ ત્રણથી ચાર કલાક પક્ષીઓને ચણ નાખવા અને કીળિયારું પૂરવામાં વિતાવે છે. ત્યારે તે મોટા ભાગનો ખર્ચ પોતાના પેન્શનમાંથી આપે છે. અમુક દાતાઓ દ્વારા પણ આપવામાં આવે છે.

આમ પ્રફુલ્લભાઈ લખતરિયા અનોખી સેવને જોઈ તેમને સામાન આપવા માટે લોકો આવે છે. ત્યારે પ્રફુલ્લભાઈ લખતરિયાએ જણાવ્યું કે નોકરી દરમિયાન મારી સેવાની કામગીરી કરતો, નિવૃત્ત થયા બાદ મારો નિત્યક્રમ બની ગયો છે. ત્યારે સમયનો સદુપયોગ કરી બીજાને મદદ કરી મનની શાંતિ મેળવીને સેવા કરી છું.

અન્ય સમાચારો પણ છે...