રહીશોની માંગ:ધ્રાંગધ્રામાં ચોરીના બનાવો વધતાં નાઇટ પેટ્રોલિંગ વધારવા રહીશોની માંગ

ધ્રાંગધ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરમાળીયા સોસાયટીના રહીશોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી

ધ્રાંગધ્રા તળાવ કાઠે આવેલ સોસાયટી વિસ્તારમાં પદર દિવસથી તસ્કરોનો ત્રાસ વધતા સ્થાનિક લોકો ભઈ ભીત થઈ ગયા હતા.આ અંગે પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા છતાં પગલા નહી લેવાતા લોરોમાં રોષ ફેલાયો હતો.આથી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રહીશો ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને પોલીસ બંદોબસ્ત અને નાઈટ પેટ્રોલિંગ વધારવા માગં કરી હતી.

ધ્રાંગધ્રા શહેરમાં શિયાળાની ઠંડી શરૂ થતા જ તસ્કરોનો ત્રાસ પણ વધવા લાગ્યો છે.શહેરની ચરમાળીયા સોસાયટીમાં અવાર-નવાર ચોરીના બનાવો બન્યા હતા.આથી સોસાયટીના રહિશો દ્વારા શહેરની સ્થાનિક પોલીસને લેખીત રજૂવાત કરી પોતાના વિસ્તારમાં ત્રીક્ષ્ણ હથીયરો સાથે આવતા તસ્કરોને લીધે પોલીસ પેટ્રોલીંગની માંગ કરી હતી.

આ છતા આજદિન સુધી કોઇ જાતની કાર્યવાહી કરાઇ ન હતી.આથી અંતે રોષે ભરાયેલા ચરમાળીયા સોસાયટી વિસ્તારના રહીશોએ ન છુટકે મામલતદાર તથા ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અને વિસ્તારના લોકોની સલામતી માટે રાત્રે પોલીસ બંદોબસ્ત મુકવા રજુવાત કરવા મા રાત્રે તરકરો ત્રાસ વધતા મહિલા અને બાળકો ભયભીત થઈ ડરી રહ્યા છે. આથી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ વધારવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...