ખેડૂતોનો વિરોધ:પુલની કામગીરીને રસ્તો બંધ કરાતા રામધૂન બોલાવી વિરોધ કર્યો

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો દ્વારા  ફોરલેન હાઈ-વે પર હરીપર પુલ પાસે ઘરણાં કરી રામધૂન બોલાવાઈ. - Divya Bhaskar
ખેડૂતો દ્વારા  ફોરલેન હાઈ-વે પર હરીપર પુલ પાસે ઘરણાં કરી રામધૂન બોલાવાઈ.
  • ધ્રાંગધ્રાના હરીપર-રાજગઢ ગામના ખેડૂતોનો વિરોધ

ધ્રાંગધ્રાના હરીપર પાસે આવેલા પુલની કામગીરીને લઈને લોકો વાહનચાલકો અને આસપાસના ખેડૂતો અને તંત્ર પરેશાન થઈ ગયા છે. ત્યારે ખેડૂતોનો રસ્તો બંધ કરાતા ખેડૂતો દ્વારા ધરણા યોજી વિરોધ્ધ કયોઁ હતો. ધ્રાંગધ્રા-માલવણ હાઇ-વે પર નિર્માણ થતા ઓવરબ્રિજનું કામ વારંવાર વિવાદમાં નજરે પડે છે.

ત્યારે હાઇ-વે પર આવેલા હરીપર અને રાજગઢ ગામના અંદાજે 40થી વધુ ખેડૂતને પોતાના ખેતર તરફ જવાનો રસ્તો એલ એન્ડ ટી વિભાગ દ્વારા બંધ કરતા ખેડૂતો વિફર્યા હતા. અને હાલ વરસાદની સિઝન સમયે ખેતરમા વાવેતર કર્યા બાદ અચાનક રસ્તો બંધ કરી દેતા ખેડૂતોની સિઝન નિષ્ફળ જાય તેવી પરિસ્થિતી ઉદભવી છે.

આથી રાજગઢ અને હરીપર ગામના અંદાજે 40 ખેડૂત દ્વારા એલ એન્ડ ટી વિભાગની તાનાશાહી સામે વિરોધ પ્રદર્શન કરતા ઓવરબ્રિજ પાસે એક દિવસીય ધરણા કાયઁક્રમ શરૂ કયોઁ હતો. જ્યારે રવિવારે સવારથી ધરણાની સાથે ખેડૂતોએ રામધૂન બોલાવી તાત્કાલિક ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો ખોલવા માગ કરી હતી.

આ અંગે ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે એલ એન્ડ ટી વિભાગ સેફ્ટીના ભાગરૂપે રસ્તો બંધ કરી બેઠું છે. પરંતુ ખરેખર આ ઓવરબ્રિજના કામ કરતા કર્મચારીઓમાં જ સેફ્ટિ પોશાક પહેર્યા વગર કામ કરતા નજરે પડે છે. જેથી આ ખેડૂતોની સેફ્ટિ માટેનું નાટક કરતા એલ એન્ડ ટી વિભાગે ખેડૂતોને પરેશાન કરવા માટે કારશો ઘડ્યો હોવાનું જણાવાયું હતું. આગામી દિવસોમાં વધુ કાર્યક્રમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...