તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:વરસાદ ખેંચાતાં શાકભાજીના ભાવ આસમાને

ધ્રાંગધ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના શાકભાજીના ભાવ 80થી 100 રૂપિયા પહોંચ્યા

ચોમાસામાં વરસાદ ખેંચાતા શાકભાજીના પાકને ભારે નુકસાન થતા શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવમાં આસમાને પોહચી ગયા છે. જેમાં મોટાભાગના શાકભાજીના ભાવ કીલોના 80થી 100 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. આને લીધે ગૃહિણીઓનું બજેટ ખોવાતા પરેશાન થઈ ગઇ છે.

ચોમાસામાં રાજયમાં વરસાદ ખેંચાયો હોવાથી ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને શાકભાજીના પાકને નુકસાન થતા શાકભાજીની આવકમાં ભારે ઘટાડો જેવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડ અને શાકભાજીની બજારમાં 40થી 50 ટકા શાકભાજીની આવક ઘટતા માગ હોવાથી શાકભાજીના ભાવમાં બેથી ત્રણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આમ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતા ગૃહિણીઓ પરેશાન થઈ ગયા છે.

આ અંગે રમાબેન અને જોશનાબેન જણાવ્યું કે મોટાભાગના શાકભાજીના ભાવ 80થી 100 રૂપિયા કિલોના બોલાવા લાગ્યા છે. 100 રૂપિયામાં બજારમાં શાકભાજી ખરીદી કરી શકાતું નથી. ત્યારે છેલ્લા થોડા દિવસ શાકભાજીના ભાવ વધતા 300 રૂપિયા શાકભાજીની ખરીદી કરવામાં થાય છે.

કોથમીર રૂ. 100

નામભાવ
ગવાર80
કોબીજ50
રીંગણ60
ટીડોળા80
કોથમીર100
તુરિયા100
અન્ય સમાચારો પણ છે...