તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વીજપોલ નાખવાની કામગીરીથી ખેતરોને નુકસાન થાય છે : ખેડૂતો

ધ્રાંગધ્રા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધ્રાંગધ્રામાં વીજકંપનીના કોન્ટ્રાક્ટરની દાદાગીરી
 • ખેડૂતોએ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી

ધ્રાંગધ્રા તાલુકામાં વિજકંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજપોલનાંખી લાઇન નાંખવાની કામગીરીને લીધે ખેડૂતો પરેશાન થઇ રહ્યા હતા. ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી વીજકંપનીના કોન્ટ્રાક્ટર વીજપોલ નાંખવાની કામગીરીમાં પાકને નુકશાન થતુ હોવાની રજૂઆત કરી હતી.

ધ્રાંગધ્રા તાલુકામા થોડા સમયથી વીજકંપની દ્વારા ખેતરોમાં થાભલા નાંખી વીજલાઈન નાખવાની કામગીરી કરાઈ રહી છે. લાઇન નાંખવાની કામગીરી દરમિયાન ખેડૂતોના વાવેતર કરેલા મોલમાં દાદાગીરી કરી કોન્ટ્રાક્ટર પાકને નુકસાન કરતા હોવાની અને યોગ્ય વળતર ન આપતા હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ હતી. ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપૂર, પ્રતાપપુર, પ્રથુગઢ, ખાભળા, ધોળી, ગાંજણવાવ, બાવળી સહિતના ગામ ખેડૂતોએ ધારાસભ્ય પરષોતમભાઇ સાબરિયાને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું કે વીજ કંપનીનુ કામ લોકડિયાથી વડોદરા વચ્ચે 765 કે.વી લાઇન નાંખવાના કામને લઇ ખેતીલાયક જામીનમાં થતા નુકસાન અંગે ખેડૂતોના ખેતરોમા વીજ ટાવર તથા વીજલાઈન દાદાગીરી અને બળજબરીથી નાંખવામાં આવે છે. જેના કારણે ખેડૂતોના ઊભા મોલ અને પાકને નુકસાન થાય છે અને યોગ્ય વળતર નહી આપતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો