ગ્રામસેવકની ખાલી જગ્યા ભરવા માગ:ધ્રાંગધ્રાના 66 ગામડાં વચ્ચે માત્ર 4 જ ગ્રામ સેવક

ધ્રાંગધ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગ્યા ભરવા ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે: તંત્ર

ધ્રાંગધ્રા વિસ્તારના 66 ગામ વચ્ચે 4 ગ્રામ સેવકની જગ્યા હોવાથી ગ્રામ વિસ્તારના ખેડૂતો અને લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી અને કામગીરી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે લાંબા સમયથી ગ્રામસેવકની ખાલી જગ્યા ભરવા માટે માગ ઊઠી છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજના અને ખેડૂતોને ખેતી માટે માહિતી સર્વે અને નુકસાન સહિત માહિતી માટે ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારના 66 ગામ આવેલા છે. ત્યારે વિસ્તરણના ગ્રામસેવક ફક્ત 4 છે.

આમ 66 ગામ વચ્ચે ચાર ગ્રામ સેવક હોવાથી ધ્રાંગધ્રા વિસ્તારમાં 1.24 લાખ ખેડૂતો વચ્ચે 4 ગ્રામસેવક દ્વારા માહિતી આપવાની ખેતીના વાવેતર અને નુકસાનના સરવે, સરકારની વિવિધ યોજનાની માહિતી આપવા સહિતની વિવિધ યોજના આપવા અને લેવામાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લાંબા સમયથી ગ્રામ સેવકની ખાલી પડેલી જગ્યા ભરવા માટે લાંબા સમયથી માગ છે.

ધ્રાંગધ્રાના ખેડૂત આગેવાન જે.કે.પટેલે જણાવ્યું કે ખેડૂતોને માહિતી આપ-લે કરવા અને સરકારી યોજનાઓ માટે ગ્રામ સેવક દ્વારા માહિતી પૂરી પાડી ખેડૂતોને સહાય કરવામા આવે છે. ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં લાંબા સમયથી ખેતીવાડી વિસ્તારમાં ગ્રામ સેવક 66 ગામ વચ્ચે ફકત 4 હોવાથી ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તો ખેડૂતોને મુશ્કેલીઓ દૂર થાય તેવી ધ્રાંગધ્રા વિસ્તારના લોકોની માગણી છે.

આ અંગે ધ્રાંગધ્રા ખેતીવાડી વિસ્તારણ અધીકારી કે.એમ.ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે ધ્રાંગધ્રા વિસ્તાર 4 ગ્રામ સેવક છે. ત્યારે ખાલી જગ્યા ભરવા માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ત્યારે કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે

અન્ય સમાચારો પણ છે...