તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:સરકારી જમીન પરના દબાણો દૂર કરવા આદેશ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે ડેપ્યૂટી કલેકટર દ્વારા મુખ્ય અધિકારઓની મીટિંગ યોજી હતી. જેમાં દબાણો દૂર કરવા આદેશ કરતા ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે આદેશ કરવામાં આવતા ધ્રાંગધ્રા ડેપ્યૂટી કલેક્ટર બી.કે.દવે દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર, ચીફ ઓફિસર, આર.એન્ડ બી. સ્ટેટ સેક્સન ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી વગેરે સાથે મીટિંગ યોજી હતી. જેમાં તાલુકાના સરકારી જમીન પરના તમામ દબાણો દૂર કરવા અઠવાડિક રિપોર્ટ આપવા જણાવ્યું. દર મહિને તાલુકા સંકલનની મીટિંગમાં આ બાબતે સમિક્ષા થશે તેવો આદેશ કરવામાં આવતા અધીકારી દ્વારા શહેર તથા તાલુકા વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી દબાણો દૂર કરાશે.

આમ દબાણો હટાવવાના આદેશને લઈને અધીકારી અને સરકારી કર્મચારીઓમાં દોડધમ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...