આદેશ:ધ્રાંગધ્રા પાલિકાને માર્ગ પરથી દબાણ હટાવવા આદેશ

ધ્રાંગધ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દબાણના પ્રશ્ન ઉઠાવતા ના. કલેક્ટરે આદેશ કર્યો

ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં દબાણની ફરીયાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરાઇ હતી. આથી ડેપ્યુટી કલેક્ટર દ્વારા નગરપાલિકાને શહેરમાં તાત્કાલિક દબાણ હટાવાની કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા જાહેર માગોઁ પર ઠેર-ઠેર દબાણ અને નગરપાલિકાની સરકારી જમીનો પર તેમજ બજારમાં વેપારીઓ દ્વારા જાહેર માર્ગ પર દબાણ કરતા ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. ત્યારે આ અંગે સામાજીક કાર્યકર હમીરસિંહ પરમાર દ્વારા નાયબ કલેક્ટરના અધ્યક્ષતામા યોજવામા આવેલા તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરેલા. જેમા તેઓ દ્વારા જણાવેલુ કે ધ્રાંગધ્રા શહેરમા ઠેર-ઠેર દબાણ કરવામા આવેલુ છે.

શહેરની બજારમાં વેપારીઓ દ્વારા પોતાના દુકાનોના બહાર માલ-સામગ્રી મુકી રોડ સુધી દબાણ કરે છે. ખાસ કરીને મેઇન બજારમા શક્તિ ચોક પાસે તહેવાર સમયે ભીડ થાય છે અને ટ્રાફીક વ્યવસ્થા ખોરવાય છે. કેટલાક વેપારી પોતાના દુકાનોના બહાર રોડ પર શાકભાજી અથવા અન્ય રેંકડી રખાવી તે લારીવાળા પાસેથી મહિને ભાડુ પણ વસુલે છે. આ મામલે હમીરસિંહ પરમારે ફરીયાદ કરતા નાયબ કલેક્ટર દ્વારા નગરપાલિકાને શહેરી વિસ્તારમા તમામ પ્રકારનુ દબાણ હટાવવા આદેશ કરવામા આવતા ધ્રાંગધ્રા વિસ્તારમાં ટુંક સમયમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...