હવામાન:ધ્રાંગધ્રામાં દોઢ ઈંચ, મૂળી પંથકમાં પણ વરસાદ

ધ્રાંગધ્રા, મૂળી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં બપોરના સમયે ગાજવીજ સાથે દોઢ ઈચ વરસાદ પડ્યો હતો. તસવીર- મનોહરસિંહ રાણા - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં બપોરના સમયે ગાજવીજ સાથે દોઢ ઈચ વરસાદ પડ્યો હતો. તસવીર- મનોહરસિંહ રાણા

ધ્રાંગધ્રામાં બપોરની ગરમી બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને પાકને ભારે નુકસાન થયું છે. જ્યારે મૂળી ગ્રામ્ય વિસ્તારમાં બપોરબાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. ચોમાસાની સિઝન પૂરી થવાના આરે છે ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે ગરમી બાદ બપોરના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ અને ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થતા શહેરની મેઈન બજાર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

ત્યારે એકાએક વરસાદ પડતાં બજારમાં નવરાત્રીને લઈને ભીડ હોવાથી વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ અને વરસાદ પડતાં ચોમાસા પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીઓ મુકાઈ ગયા છે. ત્યારે વરસાદને લઈને ગરમીમાં લોકોને રાહત મળી છે. બીજી તરફ મૂળી તાલુકામાં છેલ્લાં 3-4 દિવસથી ભારે ગરમી અને તડકાનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે આખા દિવસનાં બફારા બાદ બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે તાલુકાનાં લિયા કુંતલપુર સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...