દુર્ઘટના:ધ્રાંગધ્રાના આર્મીકેન્ટોમેન્ટ પાસે અકસ્માતમાં માતા-પુત્રનું મોત

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતાને લઇ જતાં પુત્રનું બાઇક ટ્રક સાથે અથડાયું
  • ઘટનાના પગલે માર્ગ પર લોકો ઉમટી પડ્યા હતાં

ધ્રાંગધ્રા હાઈવે ઉપર આર્મી કેન્ટોનમેન્ટ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં માતાને બાઈક પર ધ્રાંગધ્રા મુકવા જતા પુત્ર અને માતાને ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવમાં માતા-પુત્ર બન્નેના મૃત્યુ થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. ધ્રાંગધ્રાના ધોળીઘાર પાસે ઝાડ પાસે રહેતા સુમનબેન મહેશભાઇ વાઘેલાને ધ્રાંગધ્રા કામ હોવાથી પુત્ર વિશાલ મહેશભાઇ વાઘેલા માતાને બાઈક પર બેસાડી ધ્રાંગધ્રા મુકવા આવતા હતા.

ત્યારે આર્મી કેન્ટોનમેન્ટ પાસે પહોંચતા ટ્રક સાથે અકસ્માત સર્જાતા માતાપુત્રને ગંભીર ઈજા થતા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં માતા-પુત્રને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃતજાહેર કરતા શોકનો માહોલ છવાઇ ગયો હતો. આમ બનાવના સમાચાર મળતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...