કાર્યવાહી:ધ્રાંગધ્રામાં દબાણ કરનારા 150થી વધુને નોટિસ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વૈચ્છિક રીતે દબાણ નહીં હટાવાય તો નગરપાલિકા દબાણ દૂર કરશે

ધ્રાંગધ્રા શહેરમાં આડેધડ દબાણ અને ફુટપાથ પર કરવામાં આવેલા દબાણના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાય છે. ત્યારે આવા દબાણને લઈને પાલિકા દ્વારા રીક્ષા ફેરવી રસ્તા પર દબાણો હટાવી લેવા જાણ કરી તાકીદ કરવામાં આવી હતી. અને 150થી વધુ દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી હતી.

ગેરકાયદે દબાણો હટાવવાની કડક કાર્યવાહીની રાજય સરકારની સૂચનાને લઈને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના આડેધડ દબાણ અને ફુટપાથના દબાણો, પાર્કિંગના દબાણ હટવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં શહેરમા રીક્ષા ફેરવી દબાણો સ્વેચ્છાએ હટાવી લેવાની તાકીદ કરવામાં આવી હતી.

અને જો દબાણો દૂર ન કરાય તો નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આથી શહેરમાં ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસર મંન્ટીલભાઈ પટેલે જણાવ્યું કે ગેરકાયદે શહેરના દબાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રીક્ષા ફેરવી દબાણ સ્વેચ્છાએ હટાવાની તાકીદ કરવામાં આવી છે. બાદમાં કામગીરી નહી કરવાનાર સામે કોઈની સેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરાશે. કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...