કમોસમી વરસાદ:ધ્રાંગધ્રા-હળવદ-ચોટીલા પંથકમાં વાતાવરણમાં પલટા સાથે માવઠું

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ પંથકમાં રવિવારે  કમોસમી વરસાદ પડયો હતો. - Divya Bhaskar
હળવદ પંથકમાં રવિવારે  કમોસમી વરસાદ પડયો હતો.
  • હળવદ પંથકમાં કમોસમી વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકોમાં નુકસાન

ધ્રાંગધ્રા પથકમા રવિવારની સવારમાં વાતાવરણ પલટો આવ્યો વાદળ છાયા વાતાવરણ સાથે છાટા પડવાની શરૂઆત થતા વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોના જીવ પડી કે બંધાય ગયા હતા. હળવદ તાલુકાના કેદારીયા, સુસવાવ, દેવળીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.ચોટીલામાં પણ ઝાપટુ પડયું હતું.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા પથકમાં છૂટાછવાયા છાંટા પડવાની શરૂઆત થતા ખેડૂતોના ખરામા આવેલા પાકને નુકસાન થવાનો ભય સતાવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.

હળવદ: હળવદમાં રવિવારે અચાનક કમોસમી વરસાદ ત્રાટકતા રીતસરના નેવે પાણી પડવા લાગ્યાં હતાં. ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોમાં નુકસાન થવાની ચિંતા પણ વધી છે. ત્યારે માંડ માંડ ખેડૂતોનો થોડો ઘણો વધ્યો હતો તે પાક પણ બગડી જવાની શક્યતા છે.

ચોટીલા: ચોટીલામાં રવિવારે સંધ્યા સમયે જોરદાર વરસાદનું ઝાપટું વરસી જતાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે અત્યારે ખેતરોમાં કપાસ વીણાટ સહિતની કામગીરી ચાલુ છે ત્યારે ખેતરોમાં પણ મોલને આ વરસાદ નુકસાનકારક સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...