સમૂહલગ્ન:ધ્રાંગધ્રા ભરવાડ (મેવાડા) પરિવારના 21 નવદંપતીના સમૂહલગ્ન યોજાયા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રસંગે સંતો, મંહતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ધ્રાંગધ્રાના બાઈપાસ પર પરોઢિયાની જગ્યાએ ભરવાડ મેવાડા પરિવારના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં સંતો, મહતો, આગેવાનો અને લોકોની હાજરીમાં 21 નવ દંપતીએ પ્રભુતાના પગલા પડ્યા હતા. આ પ્રસંગે ઝાઝાવાડા મંહત, વાલબાઈની જગ્યાના મંહત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રાંગધ્રાના ભરવાડ મેવાડા પરિવાર દ્વારા સમૂહલગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમૂહલગ્ન ધ્રાંગધ્રા બાયપાસ પર આવેલા પરોઢિયાની જગ્યાએ યોજવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રસંગે ઝાઝરકાના મંહત ઘનશ્યામપુરીબાપુ, વાલબાઈની જગ્યાના મંહત ભરતગીરીબાપુ સહિત સંતો-મંહતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

21 નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિરમગામના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડ, સગ્રામભાઈ મેવાડા, જીલ્લાભાઈ મેવાડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. મેવાડા સમાજ દ્વારા સંતો, મંહતો, આગેવાનોનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...