રોષ:ધ્રાંગધ્રામાં ભાજપ ઉમેદવારના પરિચય સમેલનમાં સન્માનના નામ મુદ્દે દેકારો

ધ્રાંગધ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય આગેવાનોના નામ ન બોલાતાં રોષ ફેલાયો

ધ્રાંગધ્રામા નવા જાહેર કરેલા ઉમેદવારનો પરીચય સંમેલન યોજાયુ હતુ. ધ્રાંગધ્રા શહેર ભાજપના મહામંત્રી દ્વારા ગ્રામ્ય આગેવાનોના સન્માન કરવા માટે નામનો બાલતાલ ચાલુ સમેલનમા દેકારો થતા અફરાતફરી મચી ગઈ હતી.જેની જાણ થતા સમજાવટ બાદ મામલો થાણે પડ્યો હતો આગેવાનો દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો. ધ્રાંગધ્રા શહેરમા અમુક હોદેદારોની મનમાનીને લઈને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

ધ્રાંગધ્રા દરિયલાલની વાડીમાં ભાજપના જાહેર કરેલા વિધાનસભાના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના પરીચય સમેલનમા શહેર ભાજપના મહામંત્રી સંજયભાઈ ગોવાણી દ્વારા કાર્યક્રમનુ સંચાલન કરાયુ હતુ.જેમાં શહેરના હોદેદારો અને આગેવાનોના સન્માન કરવા માટે નામ બોલ્યા અને ગ્રામ્ય ભાજપના આગેવાનોના નામ ન બોલતા ગ્રામ્ય ભાજપના આગેવાન નારાજ થયને ચાલુ કાર્યક્રમમાં વાહલાદવલાની નીતી બંધ કરો જણાવી ઉગ્ર રજૂઆત કરી હતી.

આથી અફડાતફડી મચી ગઈ હતી સંમેલનમાં સોપો પડી ગયો હતો. આથી આગેવાન અને કાર્યકરો દ્વારા સમજાવીને મામલો થાણે પાડ્યો હતો. ધ્રાંગધ્રા શહેરના અમુક હોદેદારોની મનમાની ને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આગમી વિધાનસભાની ચૂંટણીમા આની અસર પડેશે તેવુ જોવા મળી રહ્યું છે.

ધાંગધ્રામાં આયાતીથી ‌ઠાકોર સમાજમાં નારાજગી
ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર વરમોરાને ટિકિટ આપતાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, ઠાકોર સમાજેના આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો તેમજ ‌ઠાકોર સમાજના ‌દાવેદારી કરી‌ હતી.તેવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ‌આયાતી ઉમેદવારને ટિકિટ આપતા સાબરીયા સહિત ઠાકોર સમાજના લોકો કાર્યકર્તાઓ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ઉમેદવારનું સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. આમ તેઓ નારાજ હોવાની ચર્ચાઓ હળવદ પંથકમાં સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...