તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ધ્રાંગધ્રા રણકાંઠા વિસ્તારમાં મોટાપાયે પશુઓની તસ્કરી

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા રણકાંઠાના વિસ્તારમાં પશુચોરી કરતી તેઓ સક્રિય બનતા અનેક પશુઓની ચોરી કરી લઈ ગયા છે. ત્યારે આ અંગે બે ભેંસ ચોરી ગયાની ફરીયાદ નોંધાવી છે. અને ચોરી કરતી ગેંગને પકડવામાં આવે તેવી માગ ઉઠી છે.

છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના અનેક ગામોમાં પશુની તસ્કરી ખૂબ મોટાપાયે થતી હોવાની રાવ ઉઠી છે. તાજેતરમાં તા બે દિવસ પહેલા કુડા ગામેથી ચકુજી ઠાકોરના વાડામાં બાંધેલી ભેંસુ ખીલેથી ઉઠાંતરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે પશુતસ્કર ગેંગ સક્રિય થઇ રણકાંઠાને ટાર્ગેટ કરતી હોઈ એવુ લાગે છે.

છેલ્લા એક વર્ષમાં આશરે 40 થી 50 જેટલા પશુઓની ચોરી થઇ છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ ચકુજી ઠાકોરે જણાવ્યું કે ચોરી કરતી ગેંગમાં સ્થાનિક વ્યક્તિ સંડોવણી હોય એવી પૂરેપૂરી શકયતા છે. એક વર્ષમાં અનેક પશુઓની ચોરી થઈ છે. આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરે અને ચોરી કરતી ગેંગને પકડે તેવી માગણી ઉઠી છે. રણકાંઠા વિસ્તારમાં મોટાપાયે પશુઓની તસ્કરી થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...