તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ધ્રાંગધ્રા-હળવદ-અમદાવાદ ફોરલેન પર કુડા ચોકડીએ સર્વિસ રોડ બનાવો

ધ્રાંગધ્રા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટી સંખ્યામાં વાહનોની અવરજવરથી અકસ્માતો વધ્યા
 • નરાળી, નીમકનગર, કુડા કોતરણી, જેસડા, વીરેન્દ્રગઢ, સજ્જનપુર, રાજપર, કંકાવટી, સતાપર સહિતનાં ગામો માટે રોજની અવરજવરનો રસ્તો હોવાથી સર્વિસ રોડની માંગ

ધ્રાંગધ્રા-હળવદ-અમદાવાદ ફોરલેન હાઇવે પર સરકારી કચેરીઓ, સ્કૂલ અને મીઠાઉધોગ આવેલો હોવાથી આ રસ્તે વાહનોની અવર જવર રહે છે. ત્યારે આ રસ્તે આવેલા બાયપાસ પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી લોક હીતને ધ્યાને લઇ સર્વીસ રોડ બનાવવા લોકમાંગ ઉઠી છે.ધ્રાંગધ્રા-અમદાવાદ-હળવદ ફોરલેનનો હળવદ, અમદાવાદ તથા ધ્રાંગધ્રા તરફ આવવા જવા માટે લોકો ઉપયોગ કરતા હોય છે.જ્યારે આ હાઇવે પર સરકારી કચેરી, સ્કુલ, મીઠા ઉધોગ પણ આવેલ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની સતત અવર જવર રહેતી હોય છે.

જ્યારે તાલુકાના નરાળી, નીમકનગર, કુડા, કોતરણી, જેસડા, વિરેન્દ્રગઢ, સજ્જનપુર, રાજપર, કંકાવટી, એજાર, સતાપર સહિતના ગામો આવેલ હોવાથી ગામના લોકો પણ અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ આ રસ્તે બાયપાસ પર કુડા ચોકડી પાસે ભગવતધામ બાયપાસ તથા કલ્પાના ચોકડી પાસે અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી લોકોને ભય રહે છે. આ અંગે વિસ્તારના આનંદભાઇ ઠાકોર, ભગાભાઇ દલવાડી, કિરીટસિંહ જાડેજાએ જણાવ્યુ કે આ ફોરલેન હાઇવે પર બાયપાસ પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. અહીં બે મહિનામાં 7 બનાવોમાં 4એ જીવ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો