વીડિયો ફરતો થયો:ધ્રાંગધ્રા સિંચાઇના પાણી મુદ્દે ખેડૂત આગેવાનો દ્વારા જળ સમાધી ચીમકી

ધ્રાંગધ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોને આગોતરા વાવેતર માટે સિંચાઇનું પાણી મળી રહે તે માટે અનેક રજુવાતો બાદ અંતે આંદોલન કરવાનુ રણશિંગુ કર્યુ છે. જેમા હાલમા જ તા.1 જુનના રોજ જેસડા ગામેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં આજુ-બાજુના દશ ગામોમાંથી ખેડૂતો એકઠા થઇ ધરણા પ્રદર્શન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. છતા પણ કેનાલમાં પાણી નહિ છોડતા હવે ખેડૂત આગેવાન જે.કે.પટેલ દ્વારા તા.7 જુન સુધીમા પાણી નહિ આપવામા આવે તો પોતે જળ સમાધી લેવાની જાહેરાત કરાઇ હતી, આ જાહેરાત બાદ ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામના ખેડૂત આગેવાન મહેશભાઇ પટેલ દ્વારા પણ પોતે તા.7 જુનના રોજ જળ સમાધી લેવાની ચિમકી ઉચ્ચારતો વિડીયો ફરતો કયોઁ છે.

ખેડૂત આગેવાન જે.કે.પટેલ દ્વારા સોશીયલ મિડીયામાં મોટી જાહેરાત કરી જણાવાયુ હતુ કે નર્મદા નિગમ પાસે પાણીનો ભરપૂર ભંડાર હોવા છતા ખેડૂતોને પરેશાન થાય તેવા હેતુથી જોઇ જાણીને સિચાઇનુ પાણી છોડવામા આવતુ નથી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યોને જો ખરેખર ખેડૂતો માટે સહાનુભૂતિ દર્શાવી હોય તો તેઓ પણ તા.7 જુનના રોજ જળ સમાધી કાર્યક્રમમાં સાથે જોડાઇ શકે છે. આ તરફ ખેડૂત આગેવાનની જળ સમાધી માટે કરેલી જાહેરાતને લઇને સરકારી તંત્ર પણ દોડતુ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...