જન્મકલ્યાણની સાચી ઉજવણી:ધ્રાંગધ્રામાં જૈન એલર્ટ ગ્રુપે 21 ઘેટાં-બકરાંને કતલખાને જતાં બચાવ્યાં

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા જૈન એલર્ટ ગ્રુપના યુવાનો દ્વારા મહાવીર જયંતીને લઈને કતલ ખાનેથી 21 અબોલ જીવોને બચાવ્યા. - Divya Bhaskar
ધ્રાંગધ્રા જૈન એલર્ટ ગ્રુપના યુવાનો દ્વારા મહાવીર જયંતીને લઈને કતલ ખાનેથી 21 અબોલ જીવોને બચાવ્યા.
  • મહાવીર જન્મકલ્યાણના દિવસે અબોલ જીવોને અભયદાન

ધ્રાંગધ્રાના જૈન એલર્ટ ગ્રુપના યુવાનો દ્વારા મહાવીર જન્મકલ્યાણના દિવસે કતલખાને લઇ જવાતા 21 જેટલા ઘેટાં-બકરાને છોડવ્યા હતા. તેમને ધ્રાંગધ્રા પાજરાપોળમા મોકલી પાજરાપોળમાં આ પશુઓના નિભાવાનો ખર્ચ આપી મહાવીર જન્મકલ્યાણની સાચી ઉજવણી કરી હતી.

ધ્રાંગધ્રા જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા આયોજિત અબોલ જીવ અભયદાન અંતર્ગત તારીખ 14-04-2021ને ગુરુવારને મહાવીર જયંતીના રોજ કતલખાનેથી 21 અબોલ જીવ ઘેટાં-બકરાને બચાવી લીધા હતા. તેમને સલામતીપૂર્વક પાંજરાપોળમાં મોકલી જીવનિભાવની રકમ અર્પણ કરીને ધ્રાંગધ્રા મહાજન પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા.

આ જીવોને છોડાવવા માટે જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રાના પ્રમુખ વિશાલભાઈ શાહ, પ્રતીકભાઈ શાહ તથા વિરલભાઇ શેઠ કતલખાને રૂબરૂ જઇને જીવ બચાવેલ આમ અબોલ જીવને બચાવી મહાવીર જન્મકલ્યાણની સાચી ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...