તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે જીમનું રેન્જ આઈજીના હસ્તે ઉદ્દઘાટન

ધ્રાંગધ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે નવા જીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. - Divya Bhaskar
ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે નવા જીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
  • પોલીસકર્મીઓ જીમમાં નિયમિત કસરત કરી આરોગ્યનું ધ્યાન રાખે અને લોકઉપયોગી કાર્ય કરે: સંદિપકુમાર સિંગ

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે જીમમાં પોલીસ કર્મચારીઓ કસરત કરી તેનું શરીર તથા આરોગ્ય જાળવણી કરે તે માટે નવુ જીમ બનાવવામાં આવ્યુ હતુ. ત્યારે આ જીમનુ રેન્જ આઈજી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ધ્રાંગધ્રા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી સંદિપકુમાસીંગ મુલાકાતે આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા પોલીસ વિભાગે દ્વારા પોલીસ કર્મચારીઓના શરીર અને આરોગ્ય સારું રહે તે માટે નવુ જીમ બનાવવામાં આવ્યુ હતુ. આ જીમનું સંદિપકુમારસીંગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ત્યારે ડીએસપી મહેન્દ્ર બગડીયા, ડીવાયએસપી આર.બી.દેવધા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે સંદિપકુમાસીંગ જણાવ્યું કે પોલીસ કર્મચારીઓ અને પરિવારજનો આરોગ્ય સારું રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા જીમમાં નિયમિત કસરત કરી અને પોતાની આરોગ્યનું ધ્યાન રાખે અને લોક ઉપયોગી કાર્ય કરે. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે પીઆઈ બી.એમ. દેસાઈ અને સીટી પોલીસ અને ડીવાયએસપી કચેરી સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...