ધ્રાંગધ્રાના શિક્ષકની નિર્દયતા:મોટી માલવણની શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી જોરદાર ફટકાર્યો

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીને વાહાના ભાગે ઈજા થઈ છે.  તસવીર-મનોહરસિંહ રાણા - Divya Bhaskar
વિદ્યાર્થીને વાહાના ભાગે ઈજા થઈ છે. તસવીર-મનોહરસિંહ રાણા
  • બીજા વિદ્યાર્થી સાથે વાતો કરતો હોવાથી

ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની શાળામાં ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતો હોય શાળા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હાથ અને ફૂટપટ્ટી દ્વારા માર મારતા વિદ્યાર્થીના વાહાના ભાગે લાલ ચાભા સાથે ઈજા થઈ હતી. શિક્ષકના મારને લઈને વિદ્યાર્થી હેબતાઇ ગયો હતો. ત્યારે પરિવારજનોને અન્ય વિદ્યાર્થી દ્વારા વાત કરતા મોટી માલવણ પ્રાથમિક શાળાના શિક્ષક સામે ભારે રોષ ભભૂકી ઊઠયો હતો. અને વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

શિક્ષણને શર્મનાક કરતો કિસ્સો બહાર આવ્યો
ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે શિક્ષણને શર્મનાક કરતો કિસ્સો બહાર આવ્યો છે. ધ્રાંગધ્રા મોટી માલવણ ગામે આવેલી સરકારી પ્રાથમીક શાળામાં ધોરણ પાંચમા ભણતો દક્ષગીરી દયાલગીરી ગોસવામી નામનો વિદ્યાર્થી શાળા ભણવા માટે નિત્યક્રમ મુજબ ગયો હતો. શાળામાં અન્ય વિદ્યાર્થી સાથે દક્ષગીરી વાત કરતો હતો.

દક્ષગીરી ગોસ્વામીને માર માર્યો હોવાનુ જણાવ્યુ
ત્યારે શાળાના શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા દક્ષગીરીને બોલાવી પહેલા હાથ વડે માર માર્યો તેનાંથી અધુરૂ હોય તેમ ફુટપટથી પણ વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીએ છોડાવા માટે રડતા માફી માંગતા વિનતી કરી. પણ વિદ્યાર્થીને માર મારતા તે હેબતાઇ ગયો હતો. અને સ્કુલ છુટ્યા બાદ દક્ષગીરી ઘરે આવી સુનમુન ડરેલો લાગતા તેના પિતા દ્વારા અન્ય વિદ્યાર્થીને પુછતાં તેઓએ સ્કુલના શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા દક્ષગીરી ગોસ્વામીને માર માર્યો હોવાનુ જણાવ્યુ હતુ.

બનાવને લઈને શિક્ષક સામે ભારે રોષ
​​​​​​​
જેમાં દક્ષગીરીના શરીર પર તપાસ કરતા વાહાના ભાગે લાલસોર પડી ગયા હતા. મારને લઈને દક્ષગીરીના પિતા અને અન્ય લોકો પ્રાથમીક શાળાએ જતા શિક્ષક કાર લઈને નીકળતા હતા. ત્યારે શિક્ષક સાથે બોલાચાલી થતા શિક્ષક કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા. આમ બનાવને લઈને શિક્ષક સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

શિક્ષક સામે કાર્યવાહી કરો જેથી અન્ય વિદ્યાર્થી બચી જાય
શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા મારા દીકરાને નિર્દય રીતે મારી વાહાના ભાગે સોર પાડી દીધા છે. ત્યારે આવા નિર્દય શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી અન્ય વિદ્યાર્થી બચી જાય, આ બનાવથી મારો દીકરો ડરી ગયો છે. - દયાલગીરી ગોસ્વામી, ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા

બનાવ બન્યો છે, તપાસ અને રિપોર્ટ કરી કડક પગલા લેવાશે
મોટી માલવણ ગામે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યોના બનાવ અંગે શાળા પ્રિન્સીપાલ સાથે ટેલીફોન પર વાત કરતા જાણવા મળ્યું છે, આવો બનાવ બનેલ છે. ત્યારે આ અંગે તપાસ કરી રીપોર્ટ કરીને કડકમા કડક પગલા લેવામાં આવશે. - ગીરીશભાઇ ગઢવી, ધ્રાંગધ્રા તાલુક પ્રાથમીક શિક્ષક અધીકારી.

અન્ય સમાચારો પણ છે...