તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનો દરોડો:ધ્રાંગધ્રાના કુડા, રામદેવપુરમાં 3 શખસ દારૂ સાથે ઝડપાયા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂ, કાર, બાઈક, મોબાઇલ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કુડા ખાતે વિદેશી દારૂ સાથે શખસ નીકળતા પોલીસને જોઈને બાઈક મૂકીને આરોપી ભાગી ગયો હતો. બાઈક અને 3 વિદેશી દારૂની બોટલ કબજે કરાઈ છે. ધાંગધ્રા તાલુકાના રામદેવપુર પાસે એલસીબી દ્વારા કારની અંદર વિદેશી દારૂ ભરીને આવતા 3 શખસને ઝડપી પાડી કાર કરી કુલ રૂ.2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ એ.એમ.ગોરી કુડા ગામે પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં બાઈક ચાલક નીકળતા ઊભા રાખવાની કોશિશ કરતા આરોપી બાઇક મુકીને ભાગી ગયો હતો. તાલુકા પોલીસે બાઈકની તલાસી લેતા તેમાં 3 બોટલ દારૂ મળી આવતા બાઈકનો કબજો કરી અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરાયો હતો.

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે ઉપર રામદેવપુર પાસે એલસીબીના સંજયભાઇ પાઠક અને સ્ટાફે શંકાસ્પદ કારને ઉભી રાખવાનું કહેતા કારચાલકે ચાલુ કાર મારી મુકી પોલીસે રામદેવપુરા બોર્ડ પાસે કારને ઝડપી પાડી અંદર તલાવી લેતાની કારની અંદર વિદેશી દારૂની બોટલ 54 કિંમત 16 હજારની ઝડપી પાડી હતી. જ્યારે કારમાં બેઠેલા મહેશભાઈ હેમુભાઈ સારલા, દશરથભાઈ મહિપતભાઈ ઉઘરેજા અને કિરણભાઈ રમેશભાઈ ઉઘરેજાને દારૂ, કાર સહિત રૂ. 2.18 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...