ભાસ્કર લેટનાઈટ:ધ્રાંગધ્રાના દુદાપુર ગામે મજૂરનું 3 વર્ષનું બાળક 500 ફૂટના બોરમાં પડી ગયું

ધ્રાંગધ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ધ્રાંગધ્રાના દુદાપુર ગામે આવેલ 500 ફૂટના બોરમાં વાડીના મજૂરી કામ કરતા મજૂરનું 3 વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું. બનાવની જાણ થતા મામલતદાર ફાયરબ્રિગેડ આરોગ્યની ટીમ અને પોલીસ દોડી ગયા હતા. જ્યાં 30 ફૂટ પર બાળક સલવાયું હોવાનું જણાયું હંતુ. ધ્રાંગધ્રા વિસ્તાર પિયત વિસ્તાર હોવાથી બોરનું પાણી બહાર કાઢી ખેતી કરવાના ઉપયોગમાં પણ લેવાય છે.

બનાવ મંગળવારે દુદાપુર ગામે બન્યો
આવા ખુલ્લા બોરમા ખેતરમા રેહતા મજૂરના બાળકો પડી જવાના બનાવો બને છે. ત્યારે આવોજ એક બનાવ મંગળવારે દુદાપુર ગામે બન્યો હતો. જેમાં ગામના કાળુભાઈ રબારીના વાડીમાં વાડીના મજૂરનું 3 વર્ષનું બાળક રાત્રે 8 વાગ્યે પડી ગયું હતું. આ બનાવના સમાચાર મળતા મામલતદાર એસ.એમ. ફળદુ પોલીસ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ આરોગ્યની ટીમ પોલીસ ઘટના સ્થળ દોડી ગયા હતા.

બાળકને બચાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા
જ્યાં તપાસ કરતા બાળક 30 ફૂટે સલવાઈ ગયાનું અને રડવાનો અવાજ આવતો હોવાનું જણાયું હતું. આથી બાળકને જીવીત રાખવા ઓક્સિજન આપવા માટેની કામગીરી શરૂ કરી બાળકને બચાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ અંગે ગામના આગેવાન દિનેશભાઇ પટેલ જણાવ્યું બાળકને બચાવવા માટેના ગામલોકો અને તંત્રની ટીમ દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...