જણસમાં તેજીના ભાવ:ધ્રાંગધ્રા યાર્ડમાં વરિયાળીના મણે રૂ.2000 જ્યારે એરંડાના રૂ. 1400 ભાવ બોલાયા

ધ્રાંગધ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા માલ વેચવા માટે આવતા વાહનોની લાબી કતારો - Divya Bhaskar
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા માલ વેચવા માટે આવતા વાહનોની લાબી કતારો
  • જણસમાં તેજીના ભાવ બોલાતાં ખેડૂતો વેચાણ અર્થે આવતા વાહનોની લાઇનો લાગી

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી અને એરંડાનાં આવક શરૂ થતાં જ વરિયાળીના મણના 1700થી 2000 અને એરંડાના મણના 1200થી 1400 બોલાતા એરંડાની આવક થઇ હતી. સાથે જ ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આથી માર્કેટ યાર્ડના પદાધિકારીઓને ડિરેક્ટરો અને આગેવાનોની મિટિંગ યોજી હતી. જેમાં ખેડૂતોને યોગ્ય ભાવ અને સુવિધા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ માલ વેચવા માટે ખેડૂતોની લાઈનો જોવા મળી હતી. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ શરૂ થતાની સાથે કપાસ એરંડા મગ રાઈ, જીરૂ, બાજરો, ધાણાની આવક જોવા મળી રહી છે. જેમાં ટૂંક સમયમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાઈનો લાગે છે. છેલ્લા થોડા યાર્ડમાં દિવસથી વરિયાળી અને એરંડાની 5 હજાર મણ કરતા વધુ આવક થઇ છે. જ્યારે વરિયાળીના એક મણના 1700થી 2000 અને એરંડાના 1 મણના 1200થી 1400 બોલાતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.

આથી આઈ.કે. જાડેજાના માર્ગદર્શનમાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા, વાઈસ ચરમેન મનીષભાઈ પટેલ, ડિરેક્ટરો હસુભાઈ પટેલ, જગાભાઈ પટેલ ઘનશ્યામસિંહ ઝાલા, ગણેશભાઈ ઠાકોર, મહેશભાઈ પટેલ,આર.ડી. ઝાલા, વાઘજીભાઈ પટેલ, ઈન્દ્રસિંહ ચૌહાણ, બકાભાઈ પઢિયાર, નટુભાઈ પટેલ ડિરેક્ટરો અને આગેવાનોએ બેકઠ કરી હતી.

જેમાં ખેડૂતોને યોગ્ય ભાવ વજન મળે માર્કેટિંગ યાર્ડમાં સુવિધા પ્રાપ્ત થાય અને માલના તાત્કાલિક પેમેન્ટ મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને ખેડૂતોને તકલીફ ના પડે તે માટે ધ્યાન રાખવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં દિનપ્રતિદિન આવક વધવા લાગી છે. યોગ્ય ભાવ મળતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા અને વાઈસ ચેરમેન મનીષભાઈ પટેલે જણાવ્યું કે યાર્ડમાં ખેડૂતોને વધુમાં વધુ સુવિધા મળે અને યોગ્ય દામ મળે તેમાટે કામગીરી કરવામાં આવી છે. દિનપ્રતિદિન આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમા બહારના વેપારીઓ પણ ખરીદી કરવા આવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...