ધરપકડ:ધ્રાંગધ્રામાં કલેક્ટરે વોરન્ટ ઈશ્યૂ કરતાં ઝઘડો કરતાં 7 શખસને ઝડપી પાડ્યા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂથ અથડામણમાં શાંત પડાવવા ગયેલા પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી આપી હતી

ધ્રાંગધ્રામાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં શાંત પડાવવા ગયેલા પોલીસ કર્મીને ઇજા કરી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બન્યો હતો. જેમાં સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે 7 શખસને ઝડપી પાડ્યા હતા. જેમના કલેક્ટરે પાસા હેડળ વોરન્ટ ઇસ્યૂ કરતા સાતેય શખ્સોને જેલ હવાલે કરાયા હતા.

ધ્રાંગધ્રા શહેરમાં થોડા સમય પહેલાં 2 સમાજના લોકો વચ્ચે હથિયારો સાથે જાહેરમાં ઝઘડો અને જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં લોકોને સમજાવી શાંત કરવા ગયેલા પોલીસ કર્મીઓને ઇજા પહોંચાડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી તથા ખાનગી અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યાનો બનાવ બન્યો હતો. જેને લઇ જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે આ ગુનામાં સંડોવાયેલા શખસો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આથી એલસીબી અને એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 7 શખસને ધ્રાંગધ્રાથી ઝડપી પાડવામાં આવ્યા હતા તેમના વિરૂધ્ધ પાસા માટે દરખાસ્ત કરાઇ હતી. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર કે.સી.સંપટે પાસા વોરન્ટ ઇશ્યૂ કરતા જેલ હવાલે કરાયા હતા.જેમાં ધ્રાંગધ્રા સર્વોદય સોસાયટીના હિતેષભાઇ ઉર્ફે લાલો ગીરધરભાઇ મકવાણાને અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ, સર્વોદય સોસાયટી ધ્રાંગધ્રાના ગણેશભાઇ ઉર્ફે ગીડો મોતીભાઇ જાદવને મધ્યસ્થ જેલ સુરત લાજપોર, ધ્રાંગધ્રા હરીપર રોડ પાણીટાંકી પાસેના રહીશ મનીષ ઉર્ફે લાલો અમુભાઇ ચૌહાણને મધ્યસ્થ જેલ વડોદરા, આંબેડકરનગર ધ્રાંગધ્રાના અરવિંદભાઇ ઉર્ફે અક્ષયભાઇ ઉકાભાઇ સાગઠીયાને ખાસ જેલ પલારા ભુજ, જૂની મોચીવાડ ધ્રાંગધ્રાના શાહરૂખ ઉર્ફે રાજાબાબુ રસુલભાઇ માલાણીને મધ્યસ્થ જેલ વડોદરા, જૂની મોચીવાડ ધ્રાંગધ્રાના ઇદ્રીશભાઇ બાબભાઇ મોવરને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ, જૂની મોચીવાડ ધ્રાંગધ્રાના આશીફભાઇ ઇકબાલભાઇ મોવરને મધ્યસ્થ જેલ લાજપોર સુરત મોકલી અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...