આપઘાત:ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રેમી યુવકે પોલીસ સ્ટેશનના પહેલા માળેથી છલાંગ મારી

ધ્રાંગધ્રા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં શનિવારે બપોરના 4 વાગ્યાની આસપાસ તાલુકાના સજજનપુર ગામના યુવાનને પ્રેમપ્રકરણના મામલે પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. ત્યારે યુવાને પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી નીચે છલાંગ મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગર ખાતે લઇ જવામાં આવ્યો હતો.ધ્રાંગધ્રા તાલુકાના સજજનપુર ગામનો યુવાન રણજીતભાઈ બલદેવભાઈ નાડવીયાને પ્રેમપ્રકરણ મામલે શનિવારે પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો.

પોલીસ સ્ટેશનના ઉપરના રૂમમાં પૂછપરછ માટે લઈ ગયા હતા. ત્યારે યુવાન દ્વારા ઉપરનાં માળેથી નીચે ધુમકો મારીને આત્મહત્યાની કોશિસ કરતા યુવાનને ઈજા પહોંચી હતી. 108ને જાણ કરતા 108ના પાઈલોટ નરેન્દ્રસિંહ ઝાલા અને ઈએમટી હીનાબેન રાઠોડ ઈજાગ્રસ્ત યુવાનને ધ્રાંગધ્રા સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઇ ગયા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક સાધવાની કોશિસ કરાતા સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...