ધ્રાંગધ્રા પીજીવીસીએલની વીજ બીલની લાંબા સમયથી 2 કરોડની બાકી રકમની ઉધરાણી કડક કરી હતી. જેમાં 4000 જેટલા બાકીદારને તાકીદ કરી વીજ બિલની રકમ ભરપાઈ કરવાનું જણાવવામાં આવ્યું ત્યારે જરૂર પડ્યે બાકી રકમ નહીં ભરનારનું વીજ કનેક્શન કાપી નાખવાની પણ કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની ખેતી, ઘરવપરાશ અને ઈન્ડસ્ટ્રીના વીજ બિલની લાંબા સમયથી 2 કરોડની બાકી રકમ હોવાથી પીજીવીસીએલ દ્વારા માર્ચ એન્ડીગને લઈને ઉધરાણી કડક કરવામાં આવી છે. જુદી જુદી ટીમો બનાવી બાકીદારોનો રૂબરૂ સંપર્ક કરી બાકી રકમ ભરપાઈ કરી જવાની તાકીદ કરવામા આવી રૂબરૂ ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. જેને લઇ બાકીદારોમા ફફડાટ વ્યાપી ગયો છે અને વીજ બિલની રકમ ભરપાઈ કરવા માટે દોડધામ શરૂ કરવામા આવી છે.
જ્યારે પીજીવીસીએલ દ્વારા કેશલેશ સુવિધા પણ વીજ બિલ ભરપાઈ કરવા માટે શરૂ કરવામાં આવી છે. જ્યારે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર ઉપાધ્યાયના માર્ગદર્શનમાં નીચે પીજીવીસીએલ ધ્રાંગધ્રા ડિવિઝનના કર્મચારીઓ દ્વારા ઉઘરાણી કરવામા આવી રહી છે. ધ્રાંગધ્રા સીટીના પીજીવીસીએલના નાયબ ઈજનેર ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે વીજ બિલના બાકીદારોને બિલ ભરવા માટે રીક્ષામાં જાહેરાત કરી બોર્ડ મુકી રૂબરૂ સંપર્ક કરી તાકીદ કરવામાં આવી છે અને બિલ નહી ભરનારનું જરૂર પડ્યે વીજ કનેક્શન કાપી કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી કચેરીઓને પણ નોટિસ ફટકારાઈ
પીજીવીસીએલના વીજ બિલની લાંબા સમયથી નીકળતી બાકી રકમ માટે તંત્ર દરેક સરકારી કચેઓને પણ નોટિસ આપી વીજ બિલ રકમ ભરપાઈ કરી જવા માટે તાકીદ કરવામાં આવી છે. જો બિલની રકમ નહીં ભરો તો વીજ કનેક્શન કાપી કડક કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.