ધ્રાંગધ્રા શહેરમાં થોડા દિવસથી કાળી મસીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે વાહનચાલકો અને લોક પરેશાન થઈ ગયા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ફોગિંગનો ધુમાડો કરાતા લોકોને રાહત થઈ હતી. ધ્રાંગધ્રા પથકમાં કપાસનુ ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે કપાસના પાકમાં કાળી મસી ઉપદ્રવ જોવા મળે છે.
ધ્રાંગધ્રા પંથકમા 3 દિવસથી કાળી મસીનો ઉપદ્રવ વધતા વાહનચાલકો અને લોકો પરેશાન થઈ ગયા છે. કાળી મસી વાહન લઈને નીકળતા લોકોના કપડામાં ચોટી જાય છે અને આંખોમાં ઘૂસી જતી હોવાથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. તેને ધ્યાનમાં લઈને ફોગિંગ મશીનનો ધુમાડો કરી બજારમાં ફેરવી મસીનો ઉપદ્રવ ડામવા માટેની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામા આવતા વાહનચાલકો અને લોકોને રાહત થઈ છે.
આ અંગે નગરપાલિકાના ચીફઓફિસર મન્ટીલભાઈ પટેલે જણાવ્યું કે કાળી મસીનો ઉપદ્રવ ઘટાડવા અને લોકોની મુશ્કેલી દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા બજારમાં ફોંગીગ મશીન ધુમાડો ચાલુ કરવામા આવ્યો છે અને કામગીરી ચાલુ રહશે.જેનાથી લોકોને મસીના ઉપદ્રવથી છૂટકારો મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.