કૃષિ:ધ્રાંગધ્રા પંથકમાં પાકમાં ઝાકળને લીધે ઉતારો ઓછો

ધ્રાંગધ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકમાં અડધું જ ઉત્પાદન થતાં પરીસ્થિતિ દયનીય

ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતો અદ્યતન ખેતી દ્વારા વર્ષમાં ઉનાળુ ચોમાસું અને શિયાળો ત્રણ સીઝન પાકની લે છે. જ્યારે ધાંગધ્રા વિસ્તારમાં શિયાળામાં ખેડૂતો દ્વારા ઘઉં અને જીરાનું 30,0000 જેટલા હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે ખેડૂતોને ઘઉંના પાકમાં ઉતારો આવવાની આશા હતી. ત્યારે ઘઉં,જીરૂના પાક નીકળતા ઘઉંના પાકમાં ઉતારો ઓછો આવ્યો છે.આથી ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બનવાને લઇને ખેડૂતો પરેશાન થઈ ગયા છેે. આ અંગે ખેડૂતો આનંદભાઈ કોળી,હકાભાઇ દલવાડીએ જણાવ્યું કે ઘઉં અને જીરાના પાકમાં શિયાળામાં ઝાકળ ને લઈને દાણો કાચો અને સુકાઈ જતા ઉતારો આવેલ છે.

સામાન્ય રીતે ઘઉં વિધે 25 થી 30 મણ ઉતરે ત્યારે આ વખતે 15થી 20 મણ નો ઉતારો જોવા મળી રહ્યો છે. આ વખતે 15 વખતે 20ઉતારો આવ્યો છે. જયારે આ વખતે ઝીરામાં 3 થી 4માણનો ઉતારો આવતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બનીશ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવેલએ સિવાય ઘઉં અને જીરાના પાક પર પણ ઓછો આવતા ખેડૂતોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...