તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધ્રાંગધ્રા પંથકમાં યુવાનોને લગ્નની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ સક્રિય

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર આબરૂ જવાની બીકે ફરિયાદ નોંધાવતા નથી

ધ્રાંગધ્રા પથકમાં યુવાનોને લઞ્નની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી સક્રિય બની છે. આ ટોળકીના અનેક લોકો શિકાર બની ગયા છે. પણ નાણા અને ઈજ્જત બન્ને જવાની બીકે ભોગ બનનાર અને પરિવારજનો ફરિયાદ કરતા નથી. આવા બનાવની સીટી પોલીસમાં છેલ્લાં બે માસમાં ત્રણથી ચાર ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. પરંતુ ગુનો નોંધવામાં આવે તો ટોળકીના શિકાર થતા અન્ય લોકો બચી જાય તેમ છે. ધ્રાંગધ્રા કુંવારા યુવાનો અને પરિવારજનોને છોકરી દેખાડી લગ્ન કરવાની લાલચ આપતી ઠગ ટોળકી ધ્રાંગધ્રા પંથકમાં સક્રિય થઇ છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ભુવા, ધાગા અને જ્યોતિષ હોવાનું જણાવી લોકોને પોતાની મીઠી મીઠી વાતોમા ભોળવી લે છે. ત્યારબાદ છોકરા માટે છોકરી ગોતી દેવાનું જણાવી પૈસાની વ્યવસ્થા કરવા જણાવી છોકરીઓના ફોટા દેખાડી બે થી ત્રણ લાખમાં નક્કી કરે છે. પોતાના ઘરે છોકરી અને તેમના પરિવારને બોલાવી પૈસાની લેતીદેતી કરી લગ્ન કરાવી દે છે. બાદમાં 5-6 દિવસ રહી છોકરી કોઈ બહાનું કાઢી પિયર જવા માટે ગયા બાદ પરત નહીં આવી ઠગાઈ કરી ભાગી જાય છે. આવી ટોળકીના લોકો સામે છેલ્લા 2 માસમાં બેથી ત્રણ ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. પણ આબરૂ જવાની બીકે ભોગબનનાર લોકો હજુ સુધી કોઈ ફરીયાદ નોધવામાં નથી આવી ત્યારે આવી ટોળકીના સભ્યો સામે ફરીયાદ નોધી કડક કાર્યવાહી કરવામાં આવે તો લોકો ઠગાઈનો શિકાર બનતા બચી જાય છે.

આ મુદ્દા ધ્યાનમાં રાખવા
આવી ટોળકીઓ લગ્ન ન થતા હોય તેવા યુવાનોને અને તેમના પરિવારને શિકાર બનાવે છે. આથી લગ્ન કરવાનું જણાવે તો આ મુદ્દાઓ ધ્યાને લેવા જોઇએ. અજાણ્યા વ્યક્તિની વાતોમાં ના આવવું, છોકરી અને પરિવારના ફોટા અને આઈડી ચકાસણી કરવા, છોકરી અને પરિવારનું ઘર અને સરનામાની જાણકારી મેળવવી, નાણાંકીય વ્યવહાર કરવો નહીં, રજિસ્ટર મેરેજ કરવા જોઈએ, લગ્ન કરાવનારની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...