ધ્રાંગધ્રા ડીસીડબલ્યુ કપની ખાતે આઇ.કે.જાડેજા અને ધારાસભ્ય પરસોતમ સાબરીયા ઉપસ્થિતિમાં કામદારોને મીઠાઈ અને ફરસાણનુ વિતરણ કરવામાં આવ્યું હતુંય આ પ્રસંગે ડીસીડબલ્યુના અધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, જિતુભા ઝાલા, કિશોરભાઈ ચૌહાણ, રાજદીપસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જ્યારે ધાંગધ્રા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સફાઇ કામદારો અને કર્મચારીઓને આઈ.કે.જાડેજા અને ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા હસ્તે મીઠાઈનું વિતરણ કરાયું હતું.
ત્યારે નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલ, ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, દંડક ટપુભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પૂર્વ ભાજપ પ્રમુખ પ્રહલાદભાઈ દેપાળા અને આગેવાનો, સુધરાઈ સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકા ચીફ ઓફીસર રાજુભાઈ શેખના માર્ગદર્શન નીચે કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.