વીજચોરી:ધ્રાંગધ્રા શહેરમાં 28 કનેક્શનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • PGVCLની ટીમે 103 રહેણાક મકાનમાં ચેકિંગ કર્યું

ધ્રાંગધ્રા શહેરમાં વહeલી સવારથી ધ્રાંગધ્રા પીજીવીસીએલની 15 ટીમોએ વીજચેકિંગની કામગીરી હાથ ધરી હતી. અલગ અલગ 103 જેટલા કનેક્શનની તપાસ કરતા 28 મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપી પાડીને બિલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રા પંથકમાં વીજચોરી અંગેની ફરિયાદને લઈને પીજીવીસીએલની વર્તુળ કચેરીના અધિક ઈજનેર એન.સી.ઘેલાણીના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા નવા આવેલા કાયાપલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયની સૂચનાઓને લઈને શહેરમાં પીજીવીસીએલ ધર્મેન્દ્રસિંહ જાડેજાની 15 ટીમોએ નાયબ ઈજનેર સ્ટાફ સાથેની પોલીસ એક્સ આર્મીમેન દ્વારા શહેરના કાશીકુવા, કસ્બાશેરી, ખારીશેરી, શકરાપા, મોટી શેરી, હરજીવન પારેખ શેરી સહિતના વહેલી સવારથી વીજચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘરવપરાશના કુલ 103 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 28 કનેક્શનમાં વીજચોરી જણાતા રૂ. 12 લાખનું બિલ ફટકારવામાં આવ્યા હતા.

આથી વીજચોરી કરતાં તત્વો સામે કાર્યવાહી કરતાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયએ જણાવ્યું કે વીજચોરી કરતા તત્વો સામે કોઈની શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ચેકીંગ કામગીરી ચાલુ રહશે. વીજની ઘટને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...