તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખાકારી શર઼ૂઆત:ધ્રાંગધ્રામાં ભરવાડ-દરબાર જ્ઞાતિના સમાધનને લઈને 2ને જામીન મળ્યાં

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુખાકારી શર઼ૂઆત થતા બન્ને પક્ષોમાં ખુશી જોવા મળી
 • બંને જ્ઞાતિ વચ્ચે લાંબા સમયથી વૈમનસ્ય હતુ, ખુનના બનાવ બનતાં અનેક આરોપીઓ જેલ હવાલે કરાયાં

ધ્રાંગધ્રા પંથકમા ભરવાડ- દરબાર જ્ઞાતી વચ્ચે લાંબા સમયથી વૈમસ્ય હતુ. બન્ને પક્ષે ખુનના બનાવ બનેલા અને આરોપીઓ જેલમાં છે. ત્યારે સમાજના આગેવાનો દ્વારા સમાધાનનો રસ્તો અપનાવતા આ મુદા પર બન્ને પક્ષના એક એક આરોપીને હાઈકોર્ટે દ્વારા જામીન અપાતા બન્ને પક્ષોમા ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

ધ્રાંગધ્રામાં ભરવાડ- દરબાર જ્ઞાતી વચ્ચે બનેલા અણબનાવમાં બન્ને પક્ષો દ્વારા સમાધાનનો માર્ગ અપનાવતા હાઈકોર્ટે સમાધાનના મુદ્દા ઉપર જે તે સમયે દરબાર અને ભરવાડ સમાજ વચ્ચે થયેલા ઘર્ષણમાં સામસામે એક બીજા ઉપર ફરિયાદો થયેલી હતી. જેમાં પોલીસે અટકાયતી પગલા લઈ બન્ને સમાજના માણસોને જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ નીચેની કોર્ટે બન્ને સમાજના માણસોના જામીનના મંજુર કરેલા. અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી હાઈકોર્ટમાં કેસ ચાલતો હોઈ ત્યારે બન્ને પક્ષોના વકીલ લક્ષમણસિંહ ઝાલા તેમજ વકીલ વિરાટ પોપટની દલીલ સાંભળી હતી.

તેમજ બન્ને સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું હોઈ અને કેસ આગળ ચાલવાથી કોઈ ન્યાયનો હેતુ સર થાય તેમ ન હોઈ તેમજ ન્યાયનો હેતુ જળવાઈ રહે તેથી કમલેશ રામાભાઈ મેવાડા અને મયુરધ્વજ સિંહ ઉર્ફે લાલભા મેરૂભા ઝાલાને જામીન ઉપર છોડી મુક્વા કરવામાં આવેલા. દલીલોને ધ્યાનમા લઈને બન્ને શખ્સોને જામીન પર છોડવા હુકમ કરવામાં આવતા બન્ને પક્ષોમા આનંદ લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો